લખું છું એટલા માટે કે મારે કાંઈ કહેવું છે I write because I want to say something.
Monday, December 8, 2025
માઓવાદી વચ્ચે નરેન્દ્ર મોદી, તીર કામઠા... વનવાસીઓ... પાતળી લાકડીના તીર... કપડું ય લૂંટી લેશે (પ્રકરણ 41, પુસ્તક ઊમોદી Umodi)
રાજકારણમાં રુચીનો ફણગો (પ્રકરણ 22, પુસ્તક ઊમોદી)
આગળ જતાં જે થોડુંઘણું કામ ઊર્મિલાએ ભારતીય જનસંઘ, ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિંદુ પરિષદ માટે કર્યું તેના પાયામાં બચપણની બે-ત્રણ મુખ્ય વાતો એ મહદ્ ભાગ ભજવ્યો હશે તેમ કહી શકાય. એક, તે સમયે વિશ્વભરમાં ફેલાયેલું ઘનઘોર વિશ્વયુધ્ધ, બીજું, અંગ્રેજોની ગુલામી સામેનો આક્રોશ અને ત્રીજું સંવેદનશીલ સ્વભાવને લીધે બીજા માટે કશુંક પણ કરી છૂટવાની ભાવના.
એડોલ્ફ હીટલર ૧૯૩૩ની ચુંટણી જીત્યો અને ૩૦મી જાન્યુઆરીએ જર્મની માં સત્તા સંભાળી. લગભગ તે અરસામાં જ (૪થી માર્ચ ૧૯૩૩) ઊર્મિલાનો જન્મ થયેલો. હીટલરે જ્યારે બીજા-વિશ્વયુધ્ધનું રણશિંગુ વગાડેલું તે સમયે ૧૯૩૯માં તે ૬ વર્ષની હતી અને જ્યારે વિશ્વયુધ્ધનો ૧૯૪૫માં અંત થયો ત્યારે તે ૧૨ વર્ષની હતી. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે તે ૧૪ વર્ષની હતી અને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭નો આખો દિવસ જયહિંદના જયકારા કરતાં ટોળાઓ સાથે પોતાના લત્તાની એકેએક શેરીઓમાં તે ફરી હતી.
શાળામાં જતી ઊર્મીલાને બહુ મન થાય કે લાગ મળે તો ગાંધીજીના અહિંસક સ્વાતંત્ર્ય સેનાનીઓની જેમ “વંદે-માતરમ” કે “સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે” એવા સુત્રો મોટે મોટેથી બોલીને અંગ્રેજોને પડકારવા જોઈએ. આજુબાજુ નજીકમાં કોઈ પોલીસ કે બીજા કોઈ સરકારી અધિકારી તો જોઈને એકાદ-બે વાર સાહસ કર્યું પણ ખરું અને કોઈ પકડવા આવે તે પહેલા રાડ પાડી ને સુત્રોચ્ચાર કરીને તે ભાગી જતી. ઘરમાં આવીને બાને પરાક્રમની વાત કરે પણ ખરી. તેને એમ કે કોઈ પરિચીત લોકોએ તેને જોઈ નહીં હોય પણ જ્યારે શિક્ષકની ફરિયાદ આવી ત્યારે ઊર્મીલાની હાલત કાપો તો લોહી ન નિકળે તેવી થઈ. ભલે બાપુએ થોડો ઠપકો આપી બાજી સંભાળી લીધી પણ સ્કૂલ વાળાએ આ ગેરશિસ્ત સહેલાઈથી માફ ન કરી. ચર્ચની એક સીસ્ટર સીવણ કામ શિખવાડવા શાળામાં આવતી. નકામા કપડાના નાના નાના ટુકડાઓમાંથી ઢિંગલીઓ કેમ બનાવાય તે બતાવતા બતાવતા તેણે વાતો વાતોમાં સલાહ આપી હતી કે “તારા બાપુ તો સરકારી ડોક્ટર છે, વળી તારા દાદા સરકારી વેટરનરી સર્જન છે અને મેડીકલ કોલેજમાં પ્રોફેસર છે, બીજા ની વાદે વાદે તું સ્વરાજ-બરાજનું આવું ગાંડુઘેલું કરે તે આપણને તે શોભે? ગોરા ઓફિસરોની સામે આપણા મા-બાપને શરમાવું ન પડે?”
ભારત સ્વતંત્ર થયું પછી ઊર્મિલાને તત્કાલીન કોંગ્રેસ સરકારની નીતિમાં ભારે ખોટ દેખાતી. વળી ઊર્મિલાની નૈસર્ગીક સહનાભૂતિ હંમેશા એની સાથે રહેતી જે ગરીબ હોય, જે જીવનની રેસમાં પાછળ હોય, જેને આપણે ‘અંડરડોગ-Underdog’ કહીએ તેઓ માટે રહેતી. તેથી ઊર્મિલા અને તેનો પતિ મધુસૂદન, એ બન્નેનો નૈસર્ગિક ટેકો તે કાળના વિરોધી પક્ષ, સ્વતંત્ર પક્ષને જ રહેતો. તે પક્ષમાં રાજગોપાલાચારી, કનૈયાલાલ મુનશી, વગેરે જેવા મોટા અને વિદ્વાન નેતાઓ હતા. ઊમોદીને નાનપણમાં તક મળી ત્યારે આવા લોકોએ લખેલાં ઘણાં પુસ્તકો ઊમોદીએ વાંચી લીધેલા.
ચક્રવર્ર્તી રાજગોપાલાચારી અને કનૈયાલાલ મુનશી બેઉ, રાજકરણની સાથે સાથે મોટાં લેખકો પણ હતાં. તેમની ધણી ચોપડીઓ ભવાન્સ જર્નલ નામની સંસ્થાએ પ્રકાશિત કરી હતી. રાજગોપાલચારીએ ટુંકાવીને લખેલા ‘રામાયણ’ અને ‘મહાભારત’ બાળકો માટે બહુ ઉપયુક્ત પુસ્તકો છે. કનૈયાલાલ મુનશીના ગુજરાતી પુસ્તકો, ‘જય સોમનાથ’, ‘ગુજરાતનો નાથ’, ‘પાટણની પ્રભુતા’ વગેરે દરેક ગુજરાતીને અચૂક વાંચવા યોગ્ય લાગશે. |
ઊર્મિલાના લગ્ન ૧૯૫૦માં મધુસૂદન સાથે થયા. તે પછી ૧૯૫૧માં બે વસ્તુઓ બની. એક તો તેના પેટે પહેલું બાળક અવતર્યુ અને બીજું લગભગ તે જ કાળે યોગાનું યોગ ભારતીય જનસંઘ પક્ષની સ્થાપના પણ થઈ. ઊર્મિલા તે બન્નેમાં હવે જાણે ખુંચી ગઈ. શ્યામાપ્રસાદ મુખરજી, અટલ બિહારી વાજપાઈ, લાલકૃષ્ણ આડવાની વગેરે નેતાઓ જનસંઘ પક્ષમાં હતા. ઊર્મિલાને આ નેતાઓએ ઘણી પ્રભાવીત કરી હતી. કાશ્મીર મુદ્દે, વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના તથા ગોહત્યા પ્રતિબંધના મુદ્દે પતિ-પત્નીએ હિંમત-ભેર સ્થાનીક રાજકરણમાં પણ પાપાપગલી માંડી હતી.


